`સાઇઝ ઇન્ડિયા'' પ્રોજેક્ટ સીએમએઆઈ હાથ ધરશે

મુંબઈ, તા. 23 : કેન્દ્રીય ટેક્સ્ટાઇલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જે સાઇઝ ઇન્ડિયા પ્રોજેક્ટની જાહેરાત કરી છે તે પ્રોજેક્ટ ધી  ક્લોધીંગ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઈ) હાથ ધરનાર છે.
સીએમએઆઈના પ્રમુખ રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે સાઇઝ ઇન્ડિયા પ્રોજેક્ટના અમલથી વપરાશકારોને સ્ટાર્ન્ડડાઇઝ સાઇઝના વત્રો અને બહેતર ફીટીંગ્સના વત્રો મળી રહેશે. આથી ખોટી અને નકામી ખરીદી ટાળી શકાશે. ચોક્કસ સાઇઝના અભાવે ઉત્પાદકોને જે રિજેકશન અને રિટર્નની સમસ્યાનો સામનો કરવો પડે છે તે હવે ટાળી શકાશે. આથી ઉત્પાદકો, રિટેલરો અને બ્રાન્ડસને ફાયદો થશે. આથી એકંદરે ગારમેન્ટ્સના ભાવો ઘટવાથી ગ્રાહકોને ફાયદો થશે. આથી સંતોષી ગ્રાહકો વધતાં ગાર્મેન્ટ્સનો વપરાશ વધશે. આથી ગાર્મેન્ટ્સના વેપાર ઉદ્યોગમાં વળતરનું પ્રમાણ વધશે. આના પરિણામે એપરલ ઉદ્યોગમાં વધુ મૂડીરોકાણ આકર્ષી શકાશે. આથી વિશ્વભરમાં રહેતા બિનરહીશ ભારતીયોને તેમની ચોક્કસ સાઇઝના ભારતીય વત્રો મળી રહેશે જેના કારણે ગાર્મેન્ટ્સની નિકાસ વધશે. આથી યુએસ, યુકે, ઇયુ જેવા વિકસિત દેશોની હરોળમાં ભારતનો એપરલ ઉદ્યોગ આવી જશે.
ભારતના રિટેલ વેપારનું કદ 820 અબજ યુએસ ડૉલરનું છે અને ભારતના જીડીપીમાં તેનો હિસ્સો 28 ટકા છે. મોર્ડન રિટેલમાં સૌથી વધુ હિસ્સો એપરલ રિટેલનો છે જે 72 અબજ યુએસ ડૉલરનો છે.  આથી ભારતને આગામી વર્ષોમાં આર્થિક સુપર પાવર બનવામાં એપરલ ઉદ્યોગ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer