આજથી ઓસિ.-શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ

પર્થ, તા.23: ઓસ્ટ્રેલિયા અને પ્રવાસી શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટની શ્રેણીના પહેલા મેચનો આવતીકાલ ગુરૂવારથી પ્રારંભ થઇ રહ્યો છે. ભારત સામેની શ્રેણી હાર બાદ ઓસ્ટ્રેલિયાનો લક્ષ્યાંક શ્રીલંકાને હાર આપી વાપસી પર રહેશે. ઓસિ. ઇલેવનમાં નવોદિત ઝડપી બોલર ઝાય રિચર્ડસન અને મીડલ ઓર્ડર બેટસમેન કુર્ટિસ પેટરસનનો પહેલીવાર સમાવેશ થયો છે. રિચર્ડસને ભારત સામેની વન ડે શ્રેણીમાં પ્રભાવશાળી દેખાવ કર્યોં હતો. પર્થ ઓસ્ટ્રેલિયાની ટીમનું ગઢ છે. જયાં તેણે ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત જેવી મજબૂત ટીમને પણ હાર આપી હતી. આથી શ્રીલંકા માટે ઓસ્ટ્રેલિયા સામે કસોટી થશે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer