જેકોબ માર્ટિનના પરિવારને કૃણાલ પંડયાએ સહાય માટે કોરો ચેક આપ્યો

વડોદરા, તા.23: જીવન-મરણ વચ્ચે હોસ્પિટલના બિછાને જોલા ખાઇ રહેલ વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિનની તંગ આર્થિક હાલતના સમાચાર સામે આવ્યા બાદ બીસીસીઆઇએ સાત લાખની સહાય કરી હતી. સૌરવ ગાંગુલીએ પણ સહાયનું વચન આપયું છે. હવે વડોદરાના જ ક્રિકેટર કૃણાલ પંડયાએ માર્ટિનના પરિવારે કોરો ચેક આપ્યો છે અને જરૂર હોય તેટલી રકમ ભરી લેવાની દિલદારી બતાવી છે. જેકોબ માર્ટિન કોમામાં છે અને રોજની સારવારનો ખર્ચ 70 હજાર છે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer