પાક સુકાની સરફરાઝ જાતિવાદી ટિપ્પણીમાં ફસાયો

પાક સુકાની સરફરાઝ જાતિવાદી ટિપ્પણીમાં ફસાયો
ડરબન, તા.23: પાકિસ્તાન સામેના બીજા વન ડેમાં દ. આફ્રિકાએ જીત મેળવીને શ્રેણી 1-1થી બરાબર કરી છે. આ મેચ દરમિયાન પાક. સુકાની સરફરાઝ અહેમદ જાતીવાદી ટિપ્પણીમાં ફસાયો છે. આથી તેના પર પ્રતિબંધ તોળાઇ રહ્યો છે. સરફરાઝે આફ્રિકી ઓલરાઉન્ડર ફેહલુક્વાયોને `કાલા' કહીને ચિડવ્યો હતો. તેના આ શબ્દો સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થયા છે.
 

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer