ભારત તરફથી શમીની સૌથી ઝડપે 100 વિકેટ

ભારત તરફથી શમીની સૌથી ઝડપે 100 વિકેટ
નેપિયર, તા.23: મોહમ્મદ શમી ભારત તરફથી વન ડેમાં સૌથી ઝડપે 100 વિકેટ લેનારો બોલર બની ગયો છે. શમીએ આજે ન્યુઝીલેન્ડ સામેના પહેલા વન ડે દરમિયાન આ સિધ્ધિ મેળવી છે. શમીએ પ6મા વન ડેમાં તેની 100 વિકેટ પૂરી કરી છે. આ પહેલા આ રેકોર્ડ ઇરફાન પઠાણના નામે હતો. તેણે પ9 વન ડેમાં 100 વિકેટ પૂરી કરી હતી.  આ સૂચિમાં હવે ત્રીજા નંબર પર ઝહિરખાન (6પ વન ડેમાં 100 વિકેટ) છે. આ પછી અનુક્રમે અજીત અગરકર (67 વન ડેમાં 100 વિકેટ) અને જવાગલ શ્રીનાથ (68 વન ડે 100 વિકેટ) છે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer