અૉસ્ટ્રેલિયન અૉપનમાંથી સેરેના આઉટ

અૉસ્ટ્રેલિયન અૉપનમાંથી સેરેના આઉટ
પ્લિસકોવા સામે પરાજય: જોકોવિચ રેકર્ડ સાતમા ખિતાબ ભણી
મેલબોર્ન, તા.23: માર્ગરેટ કોર્ટના રેકોર્ડ 24 ગ્રાંડસ્લેમ ખિતાબની બરાબરી કરવાનું સેરેના વિલિયમ્સનું સપનું ફરી એકવાર રોળાયું છે. ઓસ્ટ્રેલિયા ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં સેરેનાની કેરોલિના પ્લિસકોવા સામે હાર થઇ છે. બીજી તરફ પુરુષ વિભાગમાં નોવાક જોકોવિચે રેકોર્ડ સાતમા ઓસ્ટ્રેલિયન ખિતાબ ભણી આગેકૂચ કરી છે.
ચોથા રાઉન્ડમાં નંબર વન સિમોના હાલેપને હાર આપનાર સેરેના વિલિયમ્સ આજે ક્વાર્ટર ફાઇનલમાં કેરોલિના પ્લિસકોવા સામે 4-6, 6-4 અને પ-7થી હારીને બહાર થઇ ગઇ હતી. આ સાથે પ્લિસકોવા ત્રીજીવાર કોઇ ગાંડસ્લેમના સેમિ ફાઇનલમાં પહોંચી છે. જ્યારે નાઓમી ઓસાકા 1994 બાદ કિમિકો ડેટ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિમાં પહોંચનાર પહેલી જાપાની ખેલાડી બની છે. તેણે ક્વાર્ટરમાં યુક્રેનની એલિના સ્વિતોલિનાને 6-4 અને 6-1થી હાર આપી હતી. જ્યાં તેની ટક્કર પ્લિસકોવા સામે થશે. બીજા સેમિફાઇનલમાં ઝેક ગણરાજ્યની પેત્રા કિવતોવા અમેરિકી બિન ક્રમાંકિત ખેલાડી ડેનિયલે કોલિંસ સામે ટકરાશે.
પુરુષ વિભાગમાં નંબર વન નોવાકા જોકોવિચનો પણ સેમિ ફાઇનલમાં પ્રવેશ થયો છે. ક્વાર્ટર ફાઇનલમાં જોકોવિચ જાપાનના ખેલાડી કાઇ નિશિકોરી સામે 6-1 અને 4-1થી આગળ ચાલી રહ્યો હતો ત્યારે ઇજાને લીધે નિશિકોરી મેચમાંથી ખસી ગયો હતો. આથી જોકોવિચ સેમિમાં પહોંચી ગયો હતો. બીજા ક્વાર્ટરમાં કેનેડાના મિલોસ રાઉનિકનો ફ્રાંસના લુકાસ પાઉલે સામે 7-6, 6-3, 6-7 અને 6-4થી પરાજય થયો હતો. પાઉલે ઓસ્ટ્રેલિયન ઓપનમાં 2014થી રમી રહ્યો છે અને આ પહેલા દર વખતે પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ જતો હતો પણ આ વખતે સેમિમાં પહોંચી ગયો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer