પહેલી વન ડેમાં કિવિઝ સામે ભારતનો 8 વિકેટે પ્રભાવી વિજય

પહેલી વન ડેમાં કિવિઝ સામે ભારતનો 8 વિકેટે પ્રભાવી વિજય
મૅન અૉફ ધ મૅચ શમી અને કુલદીપ-ચહલની જોડી સામે ન્યૂ ઝીલૅન્ડ 1પ7માં ડૂલ:
ભારતે 8પ દડા બાકી રાખી ડી/એલ પદ્ધતિથી 8 વિકેટે જીત મેળવી : ધવનના અણનમ
75 : પાંચ મૅચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ : શનિવારે બીજી વન ડેની ટક્કર
નેપિયર, તા.23: પેસ એન્ડ સ્પિન એટેક અને બાદમાં સોલિડ બેટિંગથી ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના પહેલા વન ડેમાં ભારતનો ડકવર્થ/લૂઇસ નિયમથી 8 વિકેટે આસાન વિજય થયો હતો. આથી ભારતે પ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી લીધી છે. મેન ઓફ ધ મેચ શમીને કાતિલ બોલિંગ અને રીસ્ટ સ્પિનર કુલદિપ-ચહલની જાળમાં ફસાઇને કિવિ ટીમ 38 ઓવરમાં 1પ7 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ પછી તેજ સૂર્યપ્રકાશને લીધે અરધો કલાક રમત અટકી હતી. જેથી ભારતને 49 ઓવરમાં 1પ6 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે શિખર ધવનના અણનમ 7પ રનની મદદથી 34.પ ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 1પ6 રન કરીને 8 વિકેટે સંગીન જીત મેળવી હતી. બન્ને ટીમ વચ્ચેનો બીજો વન ડે 26મીએ શનિવારે રમાશે.
મેન ઓફ ધ મેચ ભારતીય ઝડપી બોલર શમીએ 19 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે રીસ્ટ સ્પિન જોડીના કુલદિપ યાદવે 39 રનમાં 4 અને યજુર્વેન્દ્ર ચહલે 43 રનમાં 2 વિકેટ લીધી હતી. આથી કિવિ ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે નતમસ્તક થઇને 1પ7 રનમાં ડૂલ થઇ ગઇ હતી. સુકાની કેન વિલિયમ્સને એકલવીર બનીને 81 દડામાં 7 ચોકકાથી 64 રન કર્યાં હતા. કિવિ ટીમના પ બેટધર બે આંકડે પણ પહોંચી શકયા ન હતા. ભારતે વિજય લક્ષ્યાંકનો વ્યાવસાયિક ઢબે પીછો કરીને રણનીતિ અનુસાર જીત પાકી કરી હતી. જેમાં શિખર ધવનના 103 દડામાં 6 ચોક્કાથી અણનમ 7પ રન અને સુકાની કોહલીના પ9 દડામાં 3 ચોક્કાથી 4પ રન મુખ્ય હતા. ભારતે 8પ દડા બાકી રાખીને 8 વિકેટે જીત મેળવી શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી હતી.
કિવિઝનો ભારત સામે બીજો સૌથી ઓછો સ્કોર
ન્યુઝીલેન્ડની ટીમે આજે ભારત સામે સરજમીં પર બીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. કિવિ ટીમ આજે પહેલા વન ડેમાં 1પ7 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ પહેલા 1994માં ઓકલેન્ડમાં કિવિનો ભારત સામે 142 રનમાં ધબડકો થયો હતો.
વિકેટ અંતરથી કિવિ સામે સૌથી મોટી જીત
ન્યુઝીલેન્ડની ધરતી પર વિકેટની ગણતરીએ ભારતની આ સૌથી મોટી જીત છે. પહેલા વન ડેમાં ભારતનો 8 વિકેટે વિજય થયો છે. આ પહેલા ભારતે ઓકલેન્ડમાં કિવિ સામે 7 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ સામે  ઓવર ઓલ રેકોર્ડ ભારતનો 9 વિકેટે જીતનો છે. નાગપુરમાં 1987માં 9 વિકેટે વિજય
થયો હતો.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer