પ્રિયંકાના રાજકારણમાં પ્રવેશથી કૉંગ્રેસને ફાયદો થશે : શિવસેના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : રાજકારણમાં પ્રવેશેલાં પ્રિયંકા ગાંધી તેમનાં દાદી દિવંગત વડા પ્રધાન ઇન્દિરા ગાંધી જેવાં દેખાતાં હોવાથી કૉંગ્રેસને એનો લાભ મળશે એવું શિવસેનાનું માનવું છે. પ્રિયંકા ગાંધીને આજે કૉંગ્રેસનાં મહામંત્રી અને ઉત્તર પ્રદેશનાં પ્રભારી તરીકે નીમવામાં આવ્યા બાદ દેશના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ થયું છે અને એમાં કૉંગ્રેસમાં તો ઉત્સાહનો સંચાર થયો છે, પરંતુ ભાજપના સહયોગી શિવસેનાના આવા નિવેદનની પણ ચર્ચા ચાલી છે.
શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ જણાવ્યું હતું કે પ્રિયંકાની પૉલિટિક્સમાં એન્ટ્રીથી કૉંગ્રેસમાં ઉત્સાહનો સંચાર થયો છે, કેમ કે પ્રિયંકા તેમનાં દાદી ઇન્દિરા જેવાં દેખાવા ઉપરાંત તેમની ભાષણ કરવાની અને લોકો સાથે હળીમળી જવાની આવડત પાર્ટીને ફાયદો કરાવશે.
 
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer