અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના સ્મારકના બાંધકામની શરૂઆત નિમિત્તે આપસમાં લડતાં શિવસેના અને ભાજપના નેતાઓ અનુક્રમે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એક મંચ ઉપર આવ્યા હતા. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારમાં ભાગીદાર હોવા છતાં શિવસેના સરકારની સતત ટીકા કરે છે. તેથી ભાજપ અને શિવસેના બાળ ઠાકરેની 93મી જન્મજયંતી નિમિત્તે આજે શિવાજી પાર્કમાં સ્મારકના સ્થળે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ ગણેશપૂજન કર્યું હતું. આ પ્રસંગે ભાજપ અને શિવસેનાના નેતાઓ, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર, પાલિકા આયુક્ત અજૉય મહેતા અને ભાજપનાં સાંસદ પૂનમ મહાજન ઉપસ્થિત રહ્યાં હતાં.
શિવસેનાના નેતાએ કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે ચા-પાણી સમયે વાતચીત થઈ હતી. ફડણવીસ અને ભાજપના નેતાઓ ઉદ્ધવની અને તેમના પરિવારની હાજરીમાં સુમેળપૂર્વક વર્તતા હતા. આ કાર્યક્રમ રાજકીય પક્ષોને બદલે પરિવારોનો હોય એવું જણાતું હતું.