યુતિ માટે ભાજપ-શિવસેના વચ્ચે બે દિવસમાં થશે ચર્ચા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ભાજપના મહારાષ્ટ્ર એકમની કારોબારીની બેઠક 28મી જાન્યુઆરીએ યોજાવાની છે. તે પહેલાં આગામી બે દિવસમાં ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભાની ચૂંટણીમાં સમજૂતી કરવાની ચર્ચા શરૂ થશે એવી માહિતી સૂત્રોએ આપી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે બેઠકોની વહેંચણીની ચર્ચા એકસાથે કરવી કે નહીં એ અંગે યુતિ કરવાની ચર્ચા અટકી છે. લોકસભા માટે ભાજપ સાથે યુતિ થાય નહીં તો શિવસેનાની સ્થિતિ કફોડી થઈ જશે, એમ શિવસેનાના સાંસદો માને છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer