ડેડલાઇન નહીં લંબાવાની ટ્રાઇની જાહેરાત છતાં કૅબલ અૉપરેટરો ટસના મસ નહીં થાય

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ટેલિકૉમ રેગ્યુલેટરી અૉથોરિટી અૉફ ઇન્ડિયા (ટ્રાઇ)એ બ્રૉડકાસ્ટર અને કેબલ તથા ડીટીએચ પ્લેયરને સ્પષ્ટ શબ્દેમાં જણાવ્યું છે કે કેબલના ભાડાને નવા હુકમના અમલમાં મૂકવા માટે પહેલી ફેબ્રુઆરીથી આગળ સમયમર્યાદા નહીં લંબાવવામાં આવે, પરંતુ કેબલ અૉપરેટરોનો અસહકાર અને વિરોધ ચાલુ જ છે. હજી સુધી કેબલ અૉપરેટરોએ ગ્રાહકોને ચૅનલ પસંદ કરવા માટેનાં યાદી-ફૉર્મ મોકલાવ્યાં નથી એટલે નવા ટૅરિફ પહેલી ફેબ્રુઆરી પછી અમલમાં મુકાય એની શક્યતા નહીંવત્ લાગે છે. 
કેબલ અૉપરેટર સંગઠનના હોદ્દેદાર ગણેશ નાયડુએ કહ્યું હતું કે આ ડેડલાઇન લંબાવવી જ પડશે. અમને અમારા હકનું નહીં મળે ત્યાં સુધી અમે ભાડાનું નવું માળખું સ્વીકારીશું નહીં. 
 ટ્રાઇના ચૅરમૅન આર. એસ. શર્માએ ગઈ કાલે કંપનીના પ્રમોટર અને ચીફ એક્ઝિક્યુટિવ સાથે એક સમીક્ષા-બેઠકનું આયોજન કર્યું હતું. શર્માએ કહ્યું છે કે જો નવા ટૅરિફનો હુકમ અમલમાં ન આવે તો પ્રસારણકર્તાઓને ડિસ્ટ્રિબ્યુશન પ્લૅટફૉર્મ અૉપરેટરને ચૅનલ બ્લૅકઆઉટની સજા કરો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer