બીજી-ત્રીજી ફેબ્રુઆરીએ લોઅર પરેલ - ચર્ચગેટ વચ્ચે ટ્રેનો નહીં દોડે

મુંબઈ, તા. 23 : આવતા મહિને 2 અને 3 ફેબ્રુઆરીના ડિલાઈલ બ્રિજ તોડવાનો હોવાથી લોઅર પરેલ અને ચર્ચગેટ વચ્ચેનો રેલવે વ્યવહાર બંધ રહેશે. 200થી વધુ ટ્રેનો કેન્સલ કરવામાં આવશે. લોકલ ટ્રેન વ્યવહાર પણ લોઅર પરેલ-ચર્ચગેટ વચ્ચે બંધ રહેશે. મુંબઈ સેન્ટ્રલ આવતી લાંબા અંતરની ટ્રેનોને દાદર સ્ટેશને સમાપ્ત કરાશે.
શનિવાર બીજી ફેબ્રુઆરીની રાતથી ટ્રેનોને દાદર ખાતે ટર્મિનેટ કરાશે. વેસ્ટર્ન રેલવે 11 કલાકની અંદર પુલનું ડિમોલિશનનું કામ પૂરું કરવા માગે છે. જોકે, મેગા બ્લૉક રાત્રે 10થી શરૂ થશે. સવારે 10 સુધી ચાલશે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer