પીયૂષ ગોયલને નાણાં ખાતાનો વધારાનો હવાલો : બજેટ પણ રજૂ કરે તેવી શક્યતા

 દિલ્હી, તા.23 : નાણામંત્રી અરુણ જેટલીની અસ્વસ્થતાને કારણે રેલવે મંત્રી પીયૂષ ગોયલને નાણાખાતાનો વધારાનો હવાલો સોંપીને કામચલાઉ નાણાંમંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઘટનાક્રમને પગલે હવે વચગાળાનું બજેટ પણ ગોયલ જ સંસદમાં રજૂ કરે તેવી શક્યતા દેખાય છે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિએ પીયૂષ ગોયલને અસ્થાયી ધોરણે નાણા અને કોર્પોરેટ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપ્યો છે. જ્યાં સુધી જેટલી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેઓ મંત્રાલય વગરનાં મંત્રી બની રહેશે.
દરમિયાન, ન્યૂ યૉર્કની હૉસ્પિટલમાં અરુણ જેટલીની મંગળવારે સર્જરી કરાઈ હતી. ડૉક્ટરોએ તેમને ઓછામાં ઓછા બે સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer