સંસદ ભવનમાં સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતી નિમિત્તે અંજલિ અપાઈ

સંસદ ભવનમાં સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતી નિમિત્તે અંજલિ અપાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન જગત પ્રકાશ નડ્ડા, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ, સંસદીય કાર્ય મંત્રાલયના રાજ્યપ્રધાન વિજય ગોયલ અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન તથા લોકસભાની એથિક્સ કમિટીના ચૅરપર્સન લાલકૃષ્ણ અડવાણીએ સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે તેમની છબિ પર શ્રદ્ધાસુમન અર્પણ કરી અંજલિ આપી હતી. તેમની સાથે સંસદસભ્ય સ્નેહલતા શ્રીવાસ્તવ પણ સામેલ હતીં. એ અવસરે લોકસભા સચિવાલય દ્વારા હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત સુભાષચંદ્ર બોઝની જીવનઝરમરની પુસ્તિકા ભેટ અપાઈ હતી. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એન. સંજીવ રેડ્ડીએ 1978ની 23 જાન્યુઆરીએ સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં સુભાષચંદ્ર બોઝની છબિનું અનાવરણ કર્યું હતું.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer