શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાશે?

શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાશે?
ગાંધીનગર, તા. 24 : લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. એવામાં નેતાઓના પક્ષ પલટાની શરૂઆત તો થઈ જ ગઈ છે, તો ગુજરાતમાં 26 લોકસભા સીટની ચૂંટણીમાં તમામ પક્ષોએ કમર કસી લીધી છે. એવામાં વરિષ્ઠ નેતા એવા શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં એનસીપીમાં જોડાય એવી શક્યતાઓ વહેતી થઈ છે. અમદાવાદમાં 29 જાન્યુઆરીએ એનસીપીનું સંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલાની સત્તાવાર રીતે એનસીપીમાં જોડાવાની જાહેરાત થઈ શકે છે. શરદ પવારની હાજરીમાં શંકરસિંહ એનસીપીનો ખેસ ધારણ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer