સ્મિથ-વૉર્નરની વાપસીથી ઓસિ. વર્લ્ડ કપનો ખિતાબ બચાવી લેશે : પૉન્ટિંગ

સિડની તા.10: ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના નવનિયુકત આસિસ્ટન્ટ કોચ અને પૂર્વ સુકાની રીકિ પોન્ટિંગનું માનવું છે કે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરની વિશ્વ કપમાં મહત્વની ભૂમિકા બની રહેશે અને આ બન્નેના રહેતા કાંગારૂ ટીમ તેનો ખિતાબ બચાવવામાં સફળ રહેશે. પોન્ટીંગનું કહેવું છે કે વર્લ્ડ કપ શરૂ થવા આડે હજુ ચાર મહિના જેવો સમય છે. આ પહેલા સ્મિથ અને વોર્નર સફળ વાપસી કરી લેશે. આથી અમારી ટીમ વર્લ્ડ કપમાં જીતની પ્રબળ દાવેદાર બનશે. સ્મિથ અને વોર્નર પરનો પ્રતિબંધ 29 માર્ચે સમાપ્ત થઇ રહયો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer