નવી દિલ્હી તા.10: ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સંકેત આપ્યો છે કે વર્લ્ડ કપ માટેની કોર ટીમ પસંદ થઇ ચૂકી છે. તેમણે કહયું કે અન્ય ટીમોની જેમ અમે પણ વર્લ્ડ કપની કોર ટીમ પર મન બનાવી લીધું છે. સાથોસાથ તેમણે એવી પણ આશા વ્યકત કરી કે વર્લ્ડ કપની ઠીક પહેલા આઇપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટ રમાશે. જે એ ખેલાડીઓ (પસંદ થયેલા)ઓને સારું ફોર્મ હાંસલ કરવામાં મદદ કરશે.
ખેલાડીઓની ફિટનેસ પરના સવાલ પર મુખ્ય પસંદગીકાર પ્રસાદે કહયું કે આથી અમે સતત વોચમાં છીએ અને ખેલાડીઓના સતત રોટેશન કરી રહયા છીએ. ફિટનેસ અને ફોર્મના આધારે જ આખરી પસંદગી થશે. તેમનું માનવું છે કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ જીતવા યુવા અને અનુભવી ખેલાડીઓથી મિશ્રિત ટીમ હોવી જોઇએ.
પ્રસાદે સુકાનીની પ્રશંસામાં કહયું કે ટીમનું સૌભાગ્ય છે કે તેની પાસે વર્લ્ડ કલાસ વિરાટ કોહલી જેવો કેપ્ટન છે. તેનો કોચ રવિ શાત્રી સાથે સારો તાલમેલ છે. જેથી ટીમ ઇન્ડિયા સતત સફળતા મેળવી રહી છે.
વર્લ્ડ કપની કોર ટીમ નક્કી : પ્રસાદ
