મોદીએ ચંદ્રાબાબુના પુત્રનું નામ લીધું તો ચંદ્રાબાબુએ મોદીનાં પત્નીનું

ગંટુર (આંધ્ર પ્રદેશ), તા. 10 (પીટીઆઈ):  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભામાં ચંદ્રાબાબુ નાયડુને તેનાં પુત્રનાં નામે એટલે કે `લોકેશનાં પિતા' તરીકે ઓળખાવ્યા બાદ હવે ચંદ્રાબાબુએ પણ મોદીનાં પત્ની જશોદાબેનનું નામ ઢસડયું છે. ટીડીપી નેતા ચંદ્રાબાબુએ મોદી ઉપર વળતો હુમલો બોલાવતાં કહ્યું હતું કે તમે તમારા પત્નીને છોડી દીધા હતાં. શું તેમને પરિવાર વ્યવસ્થાનો આદર નથી? નાયડુએ આગળ કહ્યું હતું કે, વડાપ્રધાને મારા પુત્રનો સંદર્ભ ટાંક્યો છે તો હવે હું તેમનાં પત્નીનો ઉલ્લેખ કરીશ. શું નરેન્દ્ર મોદીનાં પત્નીનું નામ કોઈ જાણે છે? તેમનું નામ છે જશોદાબેન. 

Published on: Mon, 11 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer