આખરે માથેરાનની ટૉય ટ્રેનને મળશે સી થ્રૂ કૉચ

આખરે માથેરાનની ટૉય ટ્રેનને મળશે સી થ્રૂ કૉચ
મુંબઈ, તા. 10 : આખરે માથેરાનની ટૉય ટ્રેનને `સી-થ્રુ રૂફ' (બહારનો નજારો જોઈ શકાય એવું છાપરું) ધરાવતો કૉચ મળશે.
મધ્ય રેલવેએ નેરળ-માથેરાન ટૉય ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ લગાવવાનો નિર્ણય કર્યો છે જેથી તેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ ઘાટના કુદરતી સૌંદર્યનું રસપાન કરી શકે.
કેન્દ્રના રેલવે પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે આવો કોચ કેવી રીતે કામ કરે છે તેની સમીક્ષા કરી હતી.
આવા કોચ આ ટ્રેનમાં બેસાડવાની યોજના ઘણાં લાંબા સમયથી વિલંબમાં પડી હતી અને તેને અભરાઈ પર ચડાવી દેવામાં આવી હતી કારણ કે સત્તાવાળાઓને એમ લાગતું હતું કે, જ્યારે સૂર્ય તપે ત્યારે આ કોચ ગરમ થઈ જશે.
હવે આ વિસ્ટાડોમ કોચને કાચના બે આવરણો આપવામાં આવ્યા છે. પ્રથમવાર આવા કોચને સ્લાઈડિંગ પડદા અને બ્લાઈન્ડસથી સજ્જ  કરવામાં આવ્યા છે.
આ કોચને માથેરાન ક્વીનનું નામ આપવામાં આવ્યું છે.
મધ્ય રેલવે 23 ફેબ્રુઆરીના નેરળ સ્ટેશન ખાતે આ કોચનું પ્રદર્શન કરશે. આ કોચનું ઉત્પાદન પુણેની કુરદુવાડી વર્કશૉપમાં કરવામાં આવ્યું છે.
આ કોચમાં 32 ઈંચની એલઈડી ક્રીન લગાવવામાં આવી છે જેમાં હેરિટેજ વીડિયો કે ફોટો સ્લાઈડસ બતાવવામાં આવશે. સીસી ટીવી કેમેરા અને સ્પ્લીટ એસી પણ છે.

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer