દક્ષિણની ફિલ્મોમાં વ્યસ્ત ઉપેન પટેલ

દક્ષિણની ફિલ્મોમાં વ્યસ્ત ઉપેન પટેલ
છેલ્લા થોડા સમયથી બોલીવૂડમાં અભિનેતા ઉપેન પટેલની ગેરહાજરી વર્તાય છે. આ કલાકાર અત્યારે દક્ષિણના ફિલ્મોદ્યોગમાં વ્યસ્ત છે. છેલ્લાં બે વર્ષમાં તેની પાંચ તામિલ ફિલ્મ રજૂ થઇ છે અને તેને શંકર તથા એ. આર. મુરુગાદોસ જેવા ત્યાંના ટોચના દિગ્દર્શકોની સાથે કામ કરવા મળે છે. ઉપેનની તામિલ ફિલ્મ બૂમરેંગ ટૂંક સમયમાં રજૂ થવાની છે, ત્યાં તે તેલુગુ સિનેમામાં પ્રવેશવાનો છે. આમાં તે એખન સ્ટાર ગોપીચંદની સામે અભિનય કરતો જોવા મળશે. રૂા.50 કરોડનું બજેટ ધરાવતી આ ફિલ્મમાં હોલીવૂડના સ્ટંટ ડિરેકટર્સ હશે. ફિલ્મના દિગ્દર્શક થીરુએ કહ્યું હતું કે, મારે માત્ર સારો કલાકાર નહીં પરંતુ સ્ટાઇલીશ અને પાવરફુલ ઇમેજ ધરાવતો કલાકાર જોઇતો હતો. 
તેલુગુ ફિલ્મમાં પ્રવેશવા બદ્લ આનંદ અનુભવતા ઉપેને કહ્યું કે, આ ફિલ્મની પટકથા મને ગમી હતી. 90 દિવસના શિડયુલમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થશે. ફિલ્મમાં બોલીવૂડની બે અભિનેત્રીઓ પણ છે.

Published on: Tue, 12 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer