ગત ચૅમ્પિયન ઝેક ગણરાજ્યને હાર આપીને રોમાનિયા ફેડરેશન કપની સેમિ ફાઇનલમાં

ગત ચૅમ્પિયન ઝેક ગણરાજ્યને હાર આપીને રોમાનિયા ફેડરેશન કપની સેમિ ફાઇનલમાં
પેરિસ, તા. 11: રોમાનિયાએ ગત ચેમ્પિયન ઝેક ગણરાજ્યને 3-2થી હરાવીને  ફેડરેશન કપના સેમિ ફાઇનલમાં પહેલીવાર પ્રવેશ કર્યો છે. રોમાનિયાની ઇરિના કામોલિયા બેગૂ અને મોનિકા નિકુલેસ્કૂએ ફ્રેંચ ઓપન વિજેતા ઝેક જોડી બારબોરા ક્રેસિકોવા અને કેટરીના સિનિયાકોવાને 6-7, 6-4 અને 6-4થી હાર આપી અપસેટ કર્યો હતો. આ પહેલા સિંગલ્સમાં બન્ને દેશની ટોચની ખેલાડી સિમોના હાલેપ અને કેરોલિના પ્લિસકોવાની ટક્કર થઇ હતી. જેમાં પૂર્વ વિશ્વ નંબર વન હાલેપે કેરોલિનાને 6-4, પ-7 અને 6-4થી હાર આપી હતી. ફેડરેશન કપના સેમિ ફાઇનલમાં રોમાનિયાની ટક્કર એપ્રિલમાં ફ્રાંસ સામે થશે.  બેલારૂસનો સામનો અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા સામે થશે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer