વિશ્લેષકોએ સિમેન્ટ કંપનીઓના ઇપીએસ લક્ષ્યાંક વધાર્યો

વિશ્લેષકોએ સિમેન્ટ કંપનીઓના ઇપીએસ લક્ષ્યાંક વધાર્યો
નવી દિલ્હી, તા. 11 : આશરે છ મહિનાના ગેપ બાદ ભારતના સિમેન્ટ ઉદ્યોગને વધુ માંગ ધરાવતા માર્કેટસમાં પ્રાઈસિંગ પાવર પાછો મળ્યા હોય એવું જણાયી રહ્યું છે. ડીલર્સ અને વિશ્લેષકોની વાતચીત પરથી એવું તારણ નીકળે છે કે દક્ષિણ અને પૂર્વના માર્કેટસમાં સિમેન્ટના ભાવ વધ્યા હતા અને પૂર્વના માર્કેટસમાં તો સૌથી વધુ ફાયદો થયો હતો.
દક્ષિણમાં 50 કિલો સિમેન્ટની થેલીના ભાવમાં રૂા. 20-25નો વધારો થયો છે, જ્યારે પ્રતિ ટન ભાવ રૂા. 500 વધ્યો છે. પૂર્વની કેટલી માર્કેટસમાં 50 કિલો સિમેન્ટની થેલીનો ભાવ રૂા. 10-15 વધ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી સિમેન્ટ ઉત્પાદક કંપનીઓને ફૂટ પ્રાઈસિંગ પાવર વધવાથી તેમને ફાયદો થશે. મહત્ત્વની વાત એ છે કે જો આ માર્કેટસના ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધી ભાવ ટકી રહેશે. તો અન્ય માર્કેટસમાં ઊંચો રિટેલિંગ રેટ મળી શકે છે.
ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં 50 કિલોની સિમેન્ટની થેલીનો સરેરાશ ભાવ 4.5 ટકા વધીને રૂા. 330 થયો હતો. ઉત્તરના, પશ્ચિમના અને મધ્ય ભાગ તથા 50 કિલો સિમેન્ટની થેલીનો ભાવ રૂા. 290થી રૂા. 350ની રેન્જમાં રહ્યો હતો. છેક 2015ના અંતિમ મહિનાઓથી સિમેન્ટ કંપનીઓએ વોલ્યુમમાં વધારો કરીને યુટિલાઈઝેશન રેટ સુધી થવાની સ્ટ્રેટજી અપનાવી છે. આઠ મુખ્ય ઇન્ડસ્ટ્રીનો આઈઆઈપી ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર '18માં સિમેન્ટનું ઉત્પાદન 11 ટકા વધ્યું હતું.  સિમેન્ટસ, દાલમિયા ભારત, સાગર સિમેન્ટસ, અંબુજા, અલ્ટ્રાટેક આગામી કવાર્ટરમાં સારી ભાવ પ્રાપ્તિ મેળવે એવી ધારણા છે. વિશ્લેષકોએ સિમેન્ટ કંપનીઓના ઇપીએસ ટાર્ગેટસ વધાર્યા છે અને નાણાકીય વર્ષ '20 માટે કંપનીઓના અર્નિંગ્સ ગ્રોથ 18-55 ટકા રેન્જમાં રહેવાનો અંદાજ છે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer