નાણાં ખાધને પહોંચી વળવા વધુ ચલણી નોટ પ્રિન્ટ થવી જોઈએ : પીયૂષ ગોયલ

નાણાં ખાધને પહોંચી વળવા વધુ ચલણી નોટ પ્રિન્ટ થવી જોઈએ : પીયૂષ ગોયલ
નવી દિલ્હી, તા.11 : વિશ્વમાં દરેક નાણા પ્રધાનો સરકારી બજેટને સમતોલ રાખીને આવક માટે માર્ગ શોધી રહ્યા છે ત્યારે કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલે અમેરિકાનું ઉદાહરણ આપતા કહ્યું કે, નાણા ખાધને પહોંચી વળવા માટે વધુ ચલણી નોટ છાપવી જોઈએ. 
ગોયલે આ મહિને વર્ષ 2019-20નું વચગાળાના બજેટમાં કૃષિ ક્ષેત્ર અને મધ્યમ વર્ગના નાગરિકોને વિવિધ રાહતો આપતાં તેની રાજકોષીય ખાધ ઉપર અસર વિશે બોલી રહ્યા હતા. વર્તમાન નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો રાજકોષિય ખાધનો અંદાજ વધારીને 3.4 ટકા કરવામાં આવ્યો છે. 
ગોયલે સરકાર હસ્તક સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસપીએમસીઆઈએલ)ના સ્થાપના દિવસ વાર્ષિકોત્સવમાં કહ્યું કે, એક નાણા પ્રધાન તરીકે અમને હંમેશા પૈસાની જરૂર હોય છે. અટલ બિહારી વાજપેયીના નેજા હેઠળની એનડીએ સરકારે ``િફસકલ રિસપોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ ઍક્ટ'' (એફઆરબીએમ), 2003 ઘડયો હતો. એફઆરબીએમ ઍક્ટનો હેતુ સંસ્થાગત નાણાકીય વ્યવસ્થા, રોજકોષિય ખાધમાં ઘટાડો, મેક્રોઈકોનોમિક સંચાલનમાં સુધારો અને સમતોલ બજેટ દ્વારા જાહેર ભંડોળનું એકંદર સંચાલન કરવાનું છે. 
ગોયલે ઉમેર્યું કે, મે એવુ સાંભળ્યું છે કે અમેરિકા ખાધને પહોંચી વળવા માટે નવી ચલણી નોટો છાપે છે. એક નાણા મંત્રાલય ત્યારે જ ખુશ થશે જ્યારે એસપીએમસીઆઈએલની તાજેતરની ઉત્પાદન અને નફાની દૃષ્ટિએ મંત્રાલયની કામગિરીની પ્રતિષ્ઠા વધે. કેન્દ્ર સરકાર અને રાજ્યોને બૅન્ક નોટ્સ, કોઈન સપ્લાઈ કરતી એસપીએમસીઆઈએલનો ગયા વર્ષે ચોખ્ખો નફો $630 કરોડ રહ્યો હોવાના સંદર્ભે તેમણે ઉક્ત નિવેદન કર્યું હતું. 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer