લઘુમતીની પરિભાષા વિશે ત્રણ માસમાં નિર્ણય કરો : સુપ્રીમ

નવીદિલ્હી, તા.11: સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રીય લઘુમતી આયોગને આજે નિર્દેશ આપવામાં આવ્યો હતો કે રાજ્યની વસતીનાં આધારે કોઈપણ સમુદાયને લઘુમતી પરિભાષિત કરવા માટે દિશા-નિર્દેશ સંબંધિત અહેવાલ ઉપર ત્રણ માસની અંદર નિર્ણય લેવામાં આવે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને ન્યાયધીશ સંજીવ ખન્નાની ખંડપીઠે ભાજપ નેતા અને ધારાશાત્રી અશ્વિની ઉપાધ્યાયને કહ્યું હતું કે અલ્પસંખ્યક આયોગમાં તેઓ ફરીથી અહેવાલ આપે અને આયોગ આજથી ત્રણ માસમાં જ તેનાં વિશે નિર્ણય કરે. 
ઉપાધ્યાયે પોતાની અરજીમાં કહ્યું હતું કે લઘુમતી શબ્દને નવેસરથી પરિભાષિત કરવા અને દેશમાં સમુદાયની વસતીનાં આંકડાને બદલે રાજ્યમાં કોઈ એક આબાદીનાં અનુસંધાનમાં તેનાં ઉપર વિચારણાં કરવાની આવશ્યકતા છે. જેમ કે રાષ્ટ્રીય સ્તરે હિન્દુ બહુમત છે પણ પૂર્વોત્તર રાજ્યોમાં તેની સંખ્યા લઘુમતીમાં છે. આમછતાં તેમને લઘુમતી વર્ગનાં લાભોથી વંચિત રાખવામાં આવે છે. 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer