21 ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ : શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

21 ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ : શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી
17 ફેબ્રુઆરીએ પ્રયાગથી અયોધ્યા કૂચ
અયોધ્યા, તા. 11 : પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળા વચ્ચે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો સતત ચર્ચાય રહ્યો છે. રામ મંદિર નિર્માણ માટે દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી 17 ફેબ્રુઆરીના પ્રયાગથી અયોધ્યા કૂચ કરવાના છે.  શંકરાચાર્ય સાથે અન્ય સંત પ્રતાપગઢ અને સુલતાનપુરના રસ્તે થઈને 19 ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરીના રોજ વિરાટ સભાનું આયોજન કરવામાં આવશે અને 21 ફેબ્રુઆરીએ રામ મંદિરનો શિલાન્યાસ થશે. 
દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યામાં શિલાન્યાસના કાર્યક્રમને કોઈપણ પરિસ્થિતિમાં ટાળવામાં આવશે નહી. જરૂર પડશે તો તેઓ જેલ જવા માટે પણ તૈયાર રહેશે. શંકરાચાર્ય સ્વરૂપાનંદે તમામ રામભક્તોને એક એક પથ્થર સાથે અયોધ્યામાં પ્રસ્તાવિત શિલાન્યાસ કાર્યક્રમમાં પહોંચવાની અપીલ કરી છે. શંકરાચાર્યનો દાવો છે કે તેમણે અખાડા પરિષદના અધ્યક્ષ અને રામાનંદ સંપ્રદાયના સંતોનું પણ સમર્થન પ્રાપ્ત છે અને તેઓ પણ અયોધ્યા કૂચમાં જોડાશે.
 
 
 
 
 
 
 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer