ખિસ્સાકાતરુંની તેની જ બીબીએ હત્યા કરી

મુંબઈ, તા. 12 : બેકાર ખિસ્સાકાતરું કમાતો ન હોઇ તેની જ પત્નીએ તેને મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ શહેર પોલીસના ચોપડે નોંધાયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રોમ્બેના ચિતા કેમ્પમાં ફકીર મોહંમદ ઉર્ફે સરફરાજ (35) નામનો ખિસ્સાકાતરું રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે રેલવે અને બસમાં ખિસ્સાં કાપવા જતો નહીં અને ઘરે પૈસા આપતો નહીં. ઘર ચલાવવામાં મુશ્કેલીઓ પડતી હોઈ તેની પત્ની તેનાથી નારાજ હતી. ગઈકાલે આ બાબતને લઈ મિયાં-બીબી વચ્ચે ઝઘડો થતો બીબીએ મિયાંને ગાળાગાળી કરી તેના ગુપ્તાંગ પર લાત મારી પછી છાતીમાં ચપ્પુ મારી તેની હત્યા કરી હતી. ટ્રોમ્બે પોલીસે બીબીની હત્યાના આરોપસર ધરપકડ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer