બીકેસી-ચુનાભઠ્ઠી ઍલિવેટેડ રોડને વડાલા સુધી લંબાવાશે

મુંબઈ, તા. 12 : બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને વડાલા વચ્ચે સીધું જોડાણ કરવા મુંબઈ મેટ્રોપોલીસ રીજન ડેવલપમેન્ટ અૉથોરિટી બીકેસી-ચૂનાભઠ્ઠી ઉન્નત રોડ (એલિવેટેડ રોડ)ને વડાલા સુધી લંબાવાનું નક્કી કર્યું છે. હાલમાં બંધાઈ રહેલા આ રોડની શરૂઆત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી થશે.
એમએમઆડીએ વડાલામાં કમર્શિયલ હબ વિકસાવી રહ્યું હોવાથી એલિવેટેડ રોડનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવાયો છે. આને લીધે દક્ષિણ મુંબઈ જવા ઇચ્છતા વડાલાના મોટરિસ્ટો ઈસ્ટર્ન ફ્રી વેથી બેરોકટોક ડ્રાઈવિંગ કરી શકશે.
મેટ્રોપોલિટન કમિશનર આર. એ. રાજીવે કહ્યું હતું કે રોડનું વિસ્તરણ વડાલાના કયા ભાગ સુધી કરવું એ હજી નક્કી કરાયું નથી. આ વર્ષના જૂન સુધી કલાનગર જંકશન ફ્લાયઓવર પણ તૈયાર થઈ જશે. ફ્લાયઓવર કલાનગર જંક્શનની વાહનોની ભીડ ઓછી કરશે. દરરોજ અહીં હજારો વાહનો જોવા મળે છે. 1.6 કિલોમીટરના ફ્લાયઓવર બીકેસીના ફેમિલ કોર્ટના જંક્શનને બાંદ્રા-વરલી સી લિંક અર્થે જોડશે. આ ફલાયઓવરનો બીજો ફાંટો ધારાવી કે સાયનથી આવનારાં વાહનોને જંક્શન સુખી જોડશે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer