દહાણુથી વાપી અથવા સુરત ટ્રેનો શરૂ કરવા માગ

મુંબઈ, તા. 12 : દહાણુથી વાપી અથવા સુરત સુધી લોકલ ટ્રેનો શરૂ કરવાની પ્રવાસી વર્ગે માગણી કરી છે. જોકે રેલવે સત્તાવાળાઓ માને છે કે તુરંતમાં જ આ પ્રમાણે ટ્રેનો શરૂ કરવાનું શક્ય નથી. પેસેન્જર્સ ઍસોસિયેશને ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ઝેડઆરયુસીસી)ની મિટિંગમાં આ વિચારણાનો અસ્વીકાર કર્યો હોય એમ જણાયું હતું. વાસ્તવમાં આ પ્રમાણેની માગ સેન્ટ્રલ રેલવેને અનુરૂપ કરાઈ હોવાનું મનાય છે જેમાં કલ્યાણની પુણે સુધી લોકલ ટ્રેનો દોડાવવાની દરખાસ્ત હતી અને તે માટેની `ટ્રાયલ' પણ શરૂ થઈ ગઈ છે.
દહાણુથી વાપી અથવા સુરત સુધી ટ્રેનો શરૂ કરવાની માગ જોતાં કહી શકાય કે મુંબઈથી પ્રવાસ કરનારાઓ માટે એક વિકલ્પ ઉપલબ્ધ બનશે. ફરિયાદના સભ્યો સ્થાનિક પ્રવાસીઓ છે જેઓને રેલવે મંત્રાલયે નોમિનેટ કર્યા હતા. આ સુઝાવ એક રીતે વિવાદમાં છે.
સ્રોતોના જણાવવા મુજબ પશ્ચિમ રેલવેના સત્તાવાળાઓએ મિટિંગમાં જણાવ્યું હતું કે દહાણુ-વાપી/સુરત માટે ઈએમયુ લોકલ ટ્રેનો દોડાવવી શક્ય નથી.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer