અનેક ફ્લેટ વેચી એક ખરીદો અને ટૅક્સનો લાભ મેળવો : ITAT

મુંબઈ, તા. 12 : ઇન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલે (આઈટીએટી) એક સીમાચિહ્ન ચુકાદો આપ્યો છે કે એક કરતાં વધુ ફ્લેટ્સના વેચાણ થકી લાંબા ગાળાના કૅપિટલ ગેઇન્સ (એલટીસીજીઆઈ) ઉપલબ્ધ થાય છે તેનું ચોક્કસ સૂચિત સમયમાં જો ભારતમાં એક રહેણાકી ઘરમાં રોકાણ કરવામાં આવે તો તે કરદાતાને ટૅક્સ લાભ ઉપલબ્ધ રહે છે.
આમ તો કરદાતાઓ એક કરતાં વધુ ફ્લેટો વેચી એક મોટું ઘર ખરીદે કે પછી સમૃદ્ધ વિસ્તારમાં રહેવા જાય એ તો સામાન્ય બાબત છે. ત્યારે એવા ઘણાય દાખલા બન્યા છે કે જ્યાં કરદાતાઓને તેઓએ દાવો કરેલા ટૅક્સ લાભ નકારવામાં આવે છે કારણકે એકથી વધુ ફ્લેટના વેચાણ થકીની પ્રાપ્ત રકમનું નવી રહેણાકી પ્રોપર્ટીમાં રોકાણ કરાયું હોવાની દલીલ કરાઇ છે. હવે આઈટીએટીના તાજેતરના ચુકાદાને લઈને મુંબઈના કરદાતાઓને લાભ થશે અને કોઈ અન્ય વિવાદાસ્પદ આદેશની ગેરહાજરીમાં અન્ય કરદાતાઓનો કેસ મજબૂત બનશે.
જો રહેણાકી ઘર બે વર્ષથી વધુ સમય માટે પાસે રહેલું હોય અને તેના વેચાણમાં કરદાતાને નફો થતો હોય તો આ નફો એલટીસીજી તરીકે ગણાય છે. આ કમાણી 20 ટકા ટૅક્સપાત્ર રહી છે.
આવકવેરાની કલમ 54- જે આ માટેના વિવાદની બાબત રહી હતી તેની જોગવાઈ મુજબ જો રોકાણ ભારતમાં ચોક્કસ સમયમાં એક ઘરમાં કરાયું હોય તો આ રોકાણમાં અમુક હદ સુધી એલટીસીજીનો હિસ્સો ઘટે છે જે લઈને ટૅક્સ પેટે ઓછી ચુકવણી કરવાની રહે છે.
કરદાતાની આઈ-ટી ઍક્ટની કલમ 54 લઈને રહેણાકી ઘરના વેચાણ દ્વારા જે કૅપિટલ ગેઇન થાય છે તેનું ભારતમાં એકથી વધુ રહેણાકી ઘરમાં રોકાણ કરી શકાય નહીં એવી કરદાતાની સમજ સાથે આઈટીએટી સહમત છે. જોકે, એકથી વધુ રહેણાકી ઘરનાં વેચાણ થકી પ્રાપ્ય કૅપિટલ ગેઈન્સનું પણ રોકાણ કરી શકાય એના પર કોઈ નિયંત્રણ નથી.
બેન્ચે એ માન્ય રાખ્યું છે કે કલમ 54ની જોગવાઈને કરદાતા દ્વારા  કેટલા પણ રહેણાકી ઘરોની ટ્રાન્સફર બાબતે જે કેપિટલ ગેઇન્સ ઉપલબ્ધ થાય છે તેનું પદ્ધતિસર મુકર્રર કરાયેલ સમયગાળામાં રોકાણ કરી શકે છે.
 
 
 
 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer