પહેલી ટેસ્ટમાં શ્રીલંકા સામે આફ્રિકા જીત ભણી

પહેલી ટેસ્ટમાં શ્રીલંકા સામે આફ્રિકા જીત ભણી
304 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાએ સસ્તામાં 3 વિકેટ ગુમાવી : આફ્રિકા તરફથી સુકાની પ્લેસિસના શાનદાર 90 રન
ડરબન, તા.15: દક્ષિણ આફ્રિકાએ પહેલા ટેસ્ટમાં પ્રવાસી ટીમ શ્રીલંકા સામે જીતની તખ્તો બનાવ્યો છે. આજે મેચના ત્રીજા દિવસે ચાના સમય બાદ શ્રીલંકાએ 304 રનના વિજય લક્ષ્યાંક સામે 52 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ડરબનની લાઇવ વિકેટ અને આફ્રિકાની પેસ બોલિંગ સામે લંકન બેટ્સમેન્સ માટે 304 રનનો વિજયી સ્કોર કઠિન છે. આ પહેલા આજે આફ્રિકાનો બીજો દાવ 259 રને સમાપ્ત થયો હતો.
આફ્રિકા તરફથી બીજા દાવમાં સુકાની ફાક ડૂ પ્લેસિસે 182 દડામાં 11 ચોક્કાથી 90 રનની મહત્વની ઇનિંગ રમી હતી. જયારે વિકેટકીપર ડિ'કોકે આક્રમક ઇનિંગ રમીને 62 દડામાં 8 ચોકકાથી 55 રન બનાવ્યા હતા. ડિન એલ્ગર 35 રને પાછો ફર્યો હતો. આફ્રિકાએ તેની આખરી 6 વિકેટ 66 રનના ગાળામાં ગુમાવી હતી. શ્રીલંકા તરફથી પહેલો જ ટેસ્ટ રમી રહેલા સ્પિનર લાસિથ એમ્બ્યૂડાનિયાએ 66 રનમાં 5 વિકેટ અને ફર્નાન્ડોએ 4 વિકેટ લીધી હતી. આફ્રિકાના પહેલા દાવમાં 235 અને શ્રીલંકાના પહેલા દાવમાં 191 રન થયા હતા.
આ પછી 304 રનના વિજયી લક્ષ્યાંક સામે શ્રીલંકાએ બાવન રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આથી તે હજુ ટાર્ગેટથી 252 રન પાછળ છે અને સાત વિકેટ જ બચી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer