આઈસીઈએક્સમાં ડાયમંડમાં મોટા વૉલ્યૂમ સાથે ભાવમાં ઘટાડો

રબર, સ્ટીલ-લોંગના ભાવમાં સુધારો  
મુંબઈ, તા. 15 : આઇસીઈએક્સમાં તમામ કૉમોડિટીઝના વાયદાના કોન્ટ્રેક્ટસમાં ગુરુવારે મોડી રાત સુધીમાં કુલ રૂા. 285.22 કરોડનું કામકાજ થયું હતું. ડાયમંડના બધા કોન્ટ્રેક્ટસમાં મળીને 6928.02 કેરેટ્સના રૂા. 246.43 કરોડના કામકાજ સાથે કુલ અૉપન ઇન્ટરેસ્ટ 1352.29 કેરેટ્સનો રહ્યો હતો. ડાયમંડ 1 કેરેટના માર્ચ કૉન્ટ્રેક્ટમાં સેન્ટ દીઠ ભાવ રૂા. 3553 ખૂલીને ઊંચામાં રૂા. 3567.2 અને નીચામાં થઈ રૂા. 3544.4 આગલા રૂા. 3550.3 સામે રૂા. 3555.25 બંધ થયો હતો. આ કોન્ટ્રેક્ટમાં 6635.44 કેરેટ્સના રૂા. 235.96 કરોડના કામકાજ થયા હતા અને અૉપન ઇન્ટરેસ્ટ 1235.33 કેરેટ્સનો હતો. 1 કેરેટના એપ્રિલ કોન્ટ્રેક્ટમાં 292.58 કેરેટ્સના રૂા. 10.46 કરોડના કામકાજ થયા હતા અને અૉપન ઇન્ટરેસ્ટ 116.93 કેરેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં ભાવ સેન્ટ દીઠ રૂા. 3580 ખૂલીને ઊંચામાં રૂા. 3595.9 અને નીચામાં રૂા. 3563 થઈ આગલા રૂા. 3560.9 સામે રૂા. 3576.5 બંધ થયો હતો. ગુરુવારે યુએસ ડૉલર રૂપિયાનો વિનિમય દર ઊંચામાં રૂા. 71.27 અને નીચામાં રૂા. 70.86 રહ્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer