એફટીઆઈએલ મર્જરમાં વિલંબ

એફટીઆઈએલ મર્જરમાં વિલંબ
એનએસઈએલના રોકાણકારોના સંગઠને સરકારને દોષ આપ્યો
મુંબઈ, તા.15 : કેતન શાહના નેજા હેઠળના એનએસઈએલ ઈન્વેસ્ટર્સ એક્શન ગ્રુપ (એનઆઈએજી)એ પત્ર મોકલીને સરકારને ધ્યાનમાં દોર્યું છે કે એફટીઆઈએલ ગ્રુપના મર્જરમાં વિલંબ થવાથી સ્પોટ કૉમોડિટી એક્સચેન્જ એનએસઈએલ નિક્રિય બન્યું છે. 
જિગ્નેશ શાહની કંપનીના મર્જરનો આદેશ સરકારે આપ્યો હતો, જેને બૉમ્બે હાઈ કોર્ટે સમર્થન આપ્યું હતું. આ પછી એફટીઆઈએલએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ ચુકાદો આવવાનો હજી બાકી છે. કોર્પોરેટ બાબતના મંત્રાલયને પત્રમાં એનએઆઈજીએ કહ્યું કે, બૉમ્બે હાઈ કોર્ટે 4 ડિસેમ્બર, 2017ના રોજના આદેશમાં એનએસઈએલ અને એફટીઆઈએલના મર્જરને મંજૂરી આપી છે. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સરકારના અમુક પરિબળો આ ઐતિહાસિક મર્જરમાં અંતરાયરૂપ બની રહ્યા છે, જેથી સરકારની પ્રતિષ્ઠા ખોરવાઈ છે અને જિગ્નેશ શાહ અને એફટીઆઈએલને ફાયદો થઈ રહ્યો છે. એ હેબતાઈ ગયા જ્યારે એનએસઈએલ-એફટીઆઈએલ મર્જરનો કેસ સુપ્રીમ કોર્ટમાં 12 ફેબ્રુઆરીના રોજ લિસ્ટ થયો. એફટીઆઈએલના વકીલોએ મોકૂફીની વિનંતી કરી અને સરકાર પક્ષે આ વાતનો વિરોધ કર્યો નહીં. સરકાર અને એફટીઆઈએલ કાઉન્સિલના કન્સેન્ટ (સંમતિ)થી આ કેસ 7 માર્ચ સુધી મોકૂફ રખાયો છે. આથી અમને 4 જાન્યુઆરીના રોજ કોર્પોરેટ બાબતના મંત્રાલયે રોકાણકારોને કરેલા આશ્વાસનની યાદ આવી રહી છે. 
એનએઆઈજીએ કહ્યું કે, કોર્પોરેટ બાબતના મંત્રાલય એનએસઈએલના પીડિતોને એનએસએઈએલ અને એફટીઆઈએલના મર્જરનું આશ્વાસન આપે છે, પરંતુ અંદરખાને તે સુપ્રીમ કોર્ટમાં એફટીઆઈએલને ટેકો આપી રહી છે.
ભારત સરકારની જવાબદારી છે કે તે પોતાના આ ઐતિહાસિક મર્જરને કોઈ પણ કિંમતે સુરક્ષિત રાખે. એ વાતનો પણ અચંબો છે કે 15 મહિના વીતિ ગયા પરંતુ સુપ્રીમ કોર્ટમાં એકેય સુનાવણી થઈ નથી. સરકારી કાઉન્સિલને પણ આ વિલંબ બદલ સરકારી કાઉન્સિલને પણ કઈ વાંધો નથી. વિવિધ સરકારી એજન્સીઓના નાક નીચે થયેલા રૂા. 5600 કરોડના કૌભાંડમાં પીડિતોને તેમનો હક અપાવવા માટે સરકારની આ પરીક્ષા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer