જર્મની, રશિયા સહિતના દેશોના પ્રતિનિધિ સાથે તાબડતોબ બેઠક

પાકિસ્તાન સામે આર્થિક અને રણનીતિક મોરચે મોટી કાર્યવાહીની સંભાવના
નવી દિલ્હી, તા. 15: કાશ્મીરમાં આતંકી વારદાત બાદ સરકાર એક્શનમાં આવી છે અને પાકિસ્તાન સામે આર્થિક અને રાજનીતિક મોરચે કાર્યવાહીની રણનીતિ ઘડાઈ રહી હોય તેમ શુક્રવારે સાંજે રશિયા, જર્મની, કેનેડા સહિતના મોટાભાગના દેશોના રાજદ્વારી અધિકારીઓ દિલ્હી વિદેશ મંત્રાલયે પહોંચ્યા હતા અને એક હાઈ લેવલની બેઠક યોજવામાં આવી હતી. ભારત સરકાર અન્ય દેશો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ કોઈ મોટો નિર્ણય કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયમાં શુક્રવારની સાંજે મળેલી બેઠકમાં જર્મની, હંગેરી, ઈટાલી, યુરોપીય સંઘ, કેનેડા, બ્રિટન, રશિયા, ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, સ્વીડન, સ્લોવાકિયા, ફ્રાન્સ, સ્પેન, ભુતાન, બાંગલાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ સહિતના દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer