ભારતની વૈશ્વિક સ્પર્ધાઓની દાવેદારીની ગતિવિધિ સ્થગિત

ભારતની વૈશ્વિક સ્પર્ધાઓની દાવેદારીની ગતિવિધિ સ્થગિત
શૂટિંગ વર્લ્ડ કપ માટે પાક નિશાનેબાજોના વિઝા નામંજૂર કરાતાં આઇઓસીનો ભારત વિરુદ્ધ નિર્ણય

લુસાને/નવી દિલ્હી, તા.22: વર્લ્ડ કપ શૂટીંગ વર્લ્ડ કપ માટે પાકિસ્તાની નિશાનેબાજોને વિઝા આપવાનો ઇન્કાર કર્યાં બાદ ભારતની ઓલિમ્પિક અને બીજી કોઇ વૈશ્વિક ટૂર્નામેન્ટનું યજમાનપદ લેવાની આશાને મોટો ફટકો પડયો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ ભારતની આ પ્રકારની તમામ અરજીઓ સ્થગિત કરી છે અને કોઇ પણ પ્રકારની મોટી ટૂર્નામેન્ટનું યજમાનપદ ન આપવાની ભલામણ કરી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે પુલવામા આતંકી હુમલા બાદ શનિવારથી દિલ્હીમાં શરૂ થઇ રહેલ શૂટીંગ વર્લ્ડ કપ માટે પાકિસ્તાની નિશાનેબાજોના વિઝા નામંજૂર કર્યાં છે.
ભારતે 2026ના યુવા ઓલિમ્પિક, 2032ના ઓલિમ્પિક અને 2030ના એશિયન ગેમ્સની દાવેદારી રજૂ કરવાની યોજના બનાવી હતી, જે યોજનાને મોટો ફટકો પડયો છે. 2026ના યુવા ઓલિમ્પિકની બોલીની પ્રક્રિયા આવતા વર્ષે શરૂ થવાની છે. આઇઓસીએ કહયું છે કે ભારત વિરૂધ્ધ આ ફેંસલો ત્યાં સુધી ચાલુ રહેશે જયાં સુધી ભારત સરકાર ઓલિમ્પિક નિયમોનું પાલન કરવાની લેખિતમાં ખાત્રી ન આપે. ભારતે લેખિતમાં જાણ કરવી પડશે કે તે તમામ દેશના ખેલાડીઓને વિઝા આપશે. 
આ સંદર્ભે ભારતીય ઓલિમ્પિક સંઘના સેક્રેટરી રાજીવ મહેતાએ કહયું છે કે અમે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહયા છીએ. વિઝા આપવા કે નહીં તેનો આખરી ફેંસલો સરકારના હાથમાં હોય છે. આથી બીજી આંતરરાષ્ટ્રીય રમતોમાં આપણા ખેલાડી માટે પણ સમસ્યા ઉભી થશે. આ ઓલિમ્પિક ચાર્ટરનું ઉલ્લંઘન છે. આથી દેશની છબી ખરાબ થશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer