મહિલા ક્રિકેટ એકતાની સ્પિન જાળમાં ઇંગ્લૅન્ડ ફસાયું ભારતનો વિજય

મહિલા ક્રિકેટ એકતાની સ્પિન જાળમાં ઇંગ્લૅન્ડ ફસાયું ભારતનો વિજય
મુંબઇ, તા.22: ડાબોડી સ્પિનર એકતા બિષ્ટની આગેવાનીમાં બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને લીધે ભારતીય મહિલા ટીમે આઇસીસી ચેમ્પિયનશીપ અંતર્ગતના પહેલા વન ડે મેચમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમને 66 રને કારમી હાર આપી હતી. એકતા બિષ્ટે 25 રનમાં 4 વિકેટ લીધી હતી. આથી ભારત તેનો 202 રનનો સ્કોર આસાનીથી બચાવી શકી હતી. ઇંગ્લેન્ડની ટીમ 41 ઓવરમાં 136 રને ડૂલ થઇ ગઇ હતી. ભારતીય મહિલા ટીમ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે.
એકતા બિષ્ટની 4 વિકેટ ઉપરાંત શિખા પાંડેએ 21 રનમાં બે અને દીપ્તિ શર્માએ 33 રનમાં બે વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી નતાલી સાઇવરે 44 અને સુકાની હીથર નાઇટ 39 રને નોટઆઉટ રહી હતી. આ પહેલા ભારતીય ટીમ 49.4 ઓવરમાં 202 રનમાં ઓલઆઉટ થઇ હતી. જેમાં જેમિમા રોડ્રિગ્સના 48, સ્મૃતિ મંધાનાના 24, સુકાની મિતાલી રાજના 44, તાન્યા ભાટિયાના 25 અને ઝલુન ગોસ્વામીના 30 રન મુખ્ય હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer