2024ના પેરિસ અૉલિમ્પિકમાં બ્રેક ડાન્સને સામેલ કરવા પ્રસ્તાવ

2024ના પેરિસ અૉલિમ્પિકમાં બ્રેક ડાન્સને સામેલ કરવા પ્રસ્તાવ
પેરિસ, તા.22: ઓલિમ્પિકના આયોજનને વધુ મનોરંજક અને રંગીન બનાવવા માટે સમયાંતરે નવી-નવી રમતોનો ઉમેરો થતો રહે છે. હવે 2024ના ઓલિમ્પિકમાં બ્રેક ડાન્સ સ્પર્ધાનો ઉમેરો કરવાની રજૂઆત થઇ છે. 2024નો ઓલિમ્પિક પેરિસમાં રમાવાનો છે. 2020નો ઓલિમ્પિક ટોકિયોમાં થવાનો છે. જેમાં સ્કેટબોડિંગ, સ્પોર્ટસ કલાઇબિંગ અને સર્ફિંગ જેવી નવી રમતો સામેલ થઇ છે.
હવે પેરિસ ઓલિમ્પિક આયોજન સમિતિના વડા ટોની એસ્ટનગુએને કહયું છે કે અમે ચાર નવી રમતોને સામેલ કરવાનો પ્રસ્તાવ મુકયો છે. જેનો આખરી ફેંસલો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ કરવાનો છે. જે ચાર રમત માટે પ્રસ્તાવ રખાયો છે તેમાં બ્રેક ડાન્સ છે. જે 2018ના યૂથ ઓલિમ્પિકમાં સામેલ કરાયું હતું. જો કે આઇઓસી પહેલીથી જ કહી ચૂકયું છે કે 2024ના પેરિસ ઓલિમ્પિકમાં 10500થી ખેલાડીઓની સંખ્યા વધવી જોઇએ નહીં. આથી નવી રમતોને સામેલ કરવા પર સંશય છે.  

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer