અમુક બૅન્કો ધિરાણદર પ્રતીકાત્મક ઘટાડે એવી શક્યતા

અમુક બૅન્કો ધિરાણદર પ્રતીકાત્મક ઘટાડે એવી શક્યતા
કોલકાતા, તા. 22 : પોઝિટિવ માર્કેટ સેન્ટીમેન્ટ ઊભું કરવા રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ દર ઘટાડવાની કરેલી હાકલના અનુસંધાનમાં અમુક બૅન્કો આવતા સપ્તાહથી તેમના ધિરાણ દર ઘટાડે તેવી શક્યતા છે. જોકે આ દરઘટાડો નામપૂરતો જ હશે.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે દેશના ટોચના બૅન્કરો જોડે મિટિંગ કરી હતી અને રોકાણને ઉત્તેજન આપવા તેમને ફાઇનાન્સિંગ કોસ્ટ ઘટાડવા અનુરોધ કર્યો હતો. આરબીઆઈએ બેન્ચમાર્ક રેપો દર 25 બેસીસ પૉઇન્ટ ઘટાડયા હતા પણ સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા સિવાય કોઈપણ બૅન્કે ધિરાણદર ઘટાડયા નહોતા. એસબીઆઈએ હોમ લોન દર માત્ર 5 બેસીસ પૉઇન્ટ ઘટાડયા હતા. જોકે આ માત્ર પ્રતીકાત્મક ઘટાડો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer