આરબીઆઈએ એનબીએફસી પાસેથી દેવામોકૂફીની વિગતો મગાવી

આરબીઆઈએ એનબીએફસી પાસેથી દેવામોકૂફીની વિગતો મગાવી
મુંબઈ, તા. 22 : શૅર્સ સામે લોનના વિવાદો વચ્ચે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ નોન-બૅન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ (એનબીએફસી) પાસેથી દેવાદારોને આપેલા દેવા-મોકૂફીના સમયગાળાની વિગતો મગાવી છે. 
મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપરાંત શૅર્સ સામે લોન આપવામાં એનબીએફસી મોટી ધિરાણકર્તા છે, જે પ્રમોટર્સને તેમનો હિસ્સો વધારવા માટે ભંડોળ પૂરું પાડે છે. 11,000થી પણ વધુ એનબીએફસી છે જેમાંથી 218ની કુલ અસ્ક્યામત 25 લાખ કરોડ જેટલી છે. 
મોટા કોર્પોરેટ ગૃહોના પ્રમોટર્સને સમય જોઈતો હોવાથી તેઓ મ્યુચ્યુઅલ ફંડ સાથે સોદો તોડી રહ્યા છે અને અન્ય કોર્પોરેટ્સ ગૃહો જેમણે ખોટ ઓછી કરવા માટે શૅર્સ વેચ્યા હોય તે કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે, મ્યુચ્યુઅલ ફંડ આરબીઆઈના કાર્યક્ષેત્રમાં આવતા નથી. પરંતુ ભંડોળ અને પ્રમોટરોના સોદાને નકારી શકાય નહીં. જો દેવાદાર નાણાં એકત્ર કરવા માટે શૅર ગીરવે મૂકે અને વધારાની કોલેટરલ આપવામાં નિષ્ફળ જાય તો ધિરાણકર્તા પોતાના એક્સપોઝર સાચવવા માટે શૅર્સનું વેચાણ કરે છે. અને જો શૅર્સનું વેચાણ કરવામાં આવે નહીં તો ક્રેડિટ રેટિંગ એજન્સીએ તે સાધનને ડાઉનગ્રેડ કરવા જોઈએ. જો આમાંથી એક પણ વાસ્તવિક બને તો `શૅર્સ સામે લોન' વિરુદ્ધ પ્રશ્ન ઊભો થાય છે.
આરબીઆઈ પ્રમોટર્સ દ્વારા ગીરવે મૂકેલા શૅર્સ ઉપર નજર રાખી રહી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer