શાહરુખને જામિયા મિલિયા ઇસ્લામિયાની ડૉક્ટરેટની માનદ ડિગ્રી નહીં મળી શકે

શાહરુખને જામિયા મિલિયા ઇસ્લામિયાની ડૉક્ટરેટની માનદ ડિગ્રી નહીં મળી શકે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : જામિયા મિલિયા ઇસ્લામિયા શાહરુખ ખાનને ડૉક્ટરેટની માનદ ડિગ્રી એનાયત કરવા  માગતી હતી, પણ કેન્દ્રના હ્યુમન રિર્સોસિસ ડેવલપમેન્ટ મંત્રાલયે ડિગ્રી સુપરસ્ટારને આપવાની મંજૂરી આપી નહોતી. મંત્રાલયે કહ્યું હતું કે શાહરુખને આ જ ડિગ્રી અન્ય યુનિવર્સિટી આપી ચૂકી છે.
શાહરુખ ખાન જામિયા મિલિયા ઇસ્લામિયાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. શાહરુખે આ ડિગ્રી સ્વીકારવા પોતાની તૈયારી પણ બતાવી હતી. મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે એક વ્યક્તિને આ ડિગ્રી કેટલીવાર આપવી એ વિશે કોઈ ચોક્કસ નિયમ નથી, પણ એવું ન થાય એનું ધ્યાન રાખવામાં આવે છે. શાહરુખ ખાન જામિયા મિલિયા ઇસ્લામિયામાં માસ્ક કૉમ્યુનિકેશન અભ્યાસક્રમમાં માસ્ટર્સનો વિદ્યાર્થી હતો, પણ પૂરતી હાજરીના અભાવે એ ફાઇનલ પરીક્ષામાં બેસી શક્યો ન હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer