કંગનાની પીએમ મોદીને અપીલ

કંગનાની પીએમ મોદીને અપીલ
કાશ્મીરમાંથી 370 કલમ હટાવો
મુંબઈ, તા. 22 : બોલિવૂડની બેન્ડિડ કવીન ગણાતી કંગના રાણાવત તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. તે કોઇની પરવાહ કે ડર વિના નિવેદન કરે છે અને ખુલ્લા પણ પાડે છે. પુલવામા આતંકી હુમલા બાદ કંગનાએ પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી  છે કે કાશ્મીરમાં  370ની કલમ પૂરી રીતે હટાવી દે. કંગનાએ કહયું છે કે આ હુમલો ફકત જવાનો પર નહીં, પણ આપણા સહુ પર છે. ગુસ્સો છે તે યોગ્ય છે. પાક. કલાકારોના ભારતમાં પ્રતિબંધ પર કંગનાએ કહયું કે પાકિસ્તાનના લોકો હિન્દી ફિલ્મ પસંદ કરે છે. પણ સમય અનુસાર બધું સંભવ નથી. યુધ્ધનો પણ એક ધર્મ હોય છે. એ ધર્મને નિભાવતા આપણે દેશ સાથે છીએ.  હું એ ધર્મ નિભાવીશ. આપણી લડાઇ માનવતા સામે નહીં આતંકવાદ સામે છે. તે પાકિસ્તાન સમજે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer