સૈરાટ ફેમ રિન્કુ રાજગુરુ માટે પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષાવ્યવસ્થા

સૈરાટ ફેમ રિન્કુ રાજગુરુ માટે પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષાવ્યવસ્થા
નેશનલ એવૉર્ડવિજેતા અભિનેત્રી પ્રેરણા ઉર્ફે રિન્કુ એમ. રાજગુરુ હાલમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપી રહી છે. તેનું પરીક્ષાકેન્દ્ર વતન ટેંભુર્ણેની તુળજાભવાની કૉલેજ અૉફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ છે. પરીક્ષાના પ્રથમ દિવસે તે કૉલેજ પહોંચી ત્યારે તેના ચાહકોએ તેને શુભેચ્છા આપી હતી. જોકે રિન્કુ ચાહકોથી ઘેરાઈ ન જાય એ માટે કૉલેજના વ્યવસ્થાપકોએ પોલીસ-સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. 
રિન્કુ કલા શાખાની વિદ્યાર્થિની છે અને તે ઇંગ્લિશ, મરાઠી, પૉલિટિકલ સાયન્સ, ઇકૉનૉમિક્સ અને ભૂગોળનું પેપર આપવાની છે. 2017માં રિન્કુએ દસમા ધોરણની પરીક્ષા 66.40 ટકા માર્ક સાથે પાસ કરી હતી.
જોકે તેની ઇચ્છા તો ડૉક્ટર બનવાની હતી, પરંતુ અભિનયક્ષેત્રે પ્રવેશવાને લીધે તેણે સ્કૂલ છોડવી પડી હતી. ફિલ્મ `સૈરાટ'માં તેણે ભજવેલી આર્ચીની ભૂમિકાએ તેને આગવી ઓળખ આપી છે. હવે તે મરાઠી ફિલ્મ `કગાર'માં જોવા મળશે.     

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer