સલમાન ખાન બનશે ડાન્સ રિયાલિટી શોનો જજ?

સલમાન ખાન બનશે ડાન્સ રિયાલિટી શોનો જજ?
ભારતના પ્રથમ ડાન્સ રિયલિટી શો `નચ બલિયે'ની નવમી સીઝનની તૈયારી શરૂ થઈ ગઈ છે. ટીવી-ચૅનલ સ્ટાર પ્લસે આ શોમાં જજ બનવા માટે અભિનેતા સલમાન ખાનનો સંપર્ક કર્યો છે. 
ઉપરાંત તેની ટીવી પ્રોડક્શન કંપની આ સીઝનનું નિર્માણ કરી શકે કે નહીં એમ પણ પુછાવ્યું છે. ગયા એપ્રિલમાં રજૂ થયેલી `નચ બલિયે'ની આઠમી સીઝનમાં જજ તરીકે મોહિત સૂરિ, સોનાક્ષી ાિહાં અને ટેરેન્સ લુઇસ હતાં. હવે આગામી થોડા મહિનામાં આ શોનું પ્રસારણ શરૂ થશે. આથી સેલિબ્રિટી યુગલો અને જજ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. જોકે ચૅનલ સલમાનને લેવામાં રસ ધરાવે છે.
નોંધનીય છે કે સલમાનનું નિર્માણગૃહ કપિલ શર્મા શોનું કામકાજ સંભાળી રહ્યું છે.
ઉપરાતં સલમાન કાલ્પનિક કથા પર આધારિત કેટલીક સિરીઝનું નિર્માણ કરવાનું પણ વિચારે છે જેમાં ગામા પહેલવાનના જીવન પર આધારિત સિરિયલમાં તેનો ભાઈ સોહેલ હશે, જયારે અન્ય એક સિરીઝ મુંબઈ પોલીસ પર આધારિત હશે જેમાં મુકુલ દેવ અને પૂજા ગોર હશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer