મનસેને મહામોરચામાં સામેલ કરવાનો કૉંગ્રેસનો સ્પષ્ટ ઈનકાર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા રાજ ઠાકરેની આગેવાની હેઠળના મનસેને મહાગઠબંધનમાં લેવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. કૉંગ્રેસ પક્ષે મનસેને મહાગઠબંધનમાં લેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવારે મનસેનો સમાવેશ મહાઆઘાડીમાં લેવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, કૉંગ્રેસે મનસે સાથે વૈચારિક મતભેદના કારણે તેને મહાઆઘાડીમાં લેવાનો વિરોધ કર્યો હતો. કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા અશોક ચવ્હાણે અને મુંબઈ એકમના વડા સંજય નિરૂપમએ જણાવ્યું હતું કે મનસેની વિચારધારા અલગ હોવાથી તેને મહાઆઘાડીમાં લઈ શકાય નહીં, એમ રાષ્ટ્રવાદીને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે. ચવ્હાણએ જણાવ્યું હતું કે સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો માટે મહાઆઘાડીની સ્થાપના કરવામાં આવી છે. મનસે અને અમારી વિચારધારામાં ફરક છે. તેથી તેને મહાઆઘાડીમાં લઈ શકાય નહીં.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer