ઈડીએ હવાલાના કેસમાં પાંચમી વાર રૉબર્ટ વડરાની પૂછપરછ કરી

નવી દિલ્હી, તા. 22 : વિદેશમાં સંપત્તિની ગેરકાયદે લે-વેચના હવાલાના કેસમાં રૉબર્ટ વાડરાની આજે પાંચમી વાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે દિલ્હીમાં જામનગર હાઉસની અૉફિસમાં પૂછપરછ કરી હતી એમ અધિકારીઓએ કહ્યું હતું. છેલ્લે 20 ફેબ્રુઆરીએ ચોથી વાર ઈડીએ પૂછપરછ કરી હતી ત્યાર બાદ બાદ આજે પાંચમી વાર સવારે લગભગ અગિયાર વાગ્યે વાડરા ઈડીની અૉફિસમાં આવ્યા બાદ પ્રિવેન્શન અૉફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) અંતર્ગત નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer