એસટી કર્મચારીઓના પ્રશ્નોની વિચારણા માટે ત્રણ પ્રધાનોની કમિટી નિમાઈ

ગાંધીનગર, તા. 22: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં એસટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલમાં ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચાવિચારણા માટે 3 પ્રધાનોની કમિટીની રચના કરી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કૃષિપ્રધાન આકાર સી. ફળદુ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ કમિટી આંદોલનકારી કર્મચારીઓ સાથે વાટાઘાટો કરશે અને લોકોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટના ટેબલ પર સાથેમળીને ચર્ચાવિચારણા કરી સમસ્યાનું  નિરાકરણ લાવશે. મુખ્ય પ્રધાને કર્મચારી મંડળોને પણ અનુરોધ કર્યો છે કે સરકારે ભૂતકાળમાં અને હાલની સ્થિતિમાં પણ વાતચીત અને વાટાઘાટોથી સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી છે ત્યારે આંદોલન કરનારા કર્મચારીઓ આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી વાટાઘાટો માટે આગળ આવે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer