એસટી કર્મચારીઓ સાથેની બેઠક નિષ્ફળ

અમદાવાદ, તા. 22 : સકાર અને એસટી કર્મચારીઓ વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી અને એસટી કર્મચારીઓઁ પોતાની હડતાળ યથાવત્ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. મહત્ત્વનું છે કે, અમદાવાદમાં એસટી મધ્યસ્થ કચેરી ખાતે એસટીની સંકલન સમિતિની બંધબારણે અનિર્ણાયક બેઠક બાદ એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા અને યુનિયન લીડર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે પહોંચીને ત્યાં બેઠક યોજી હતી. જોકે, આ બેઠકમાં પણ કોઇ નિવેડો આવ્યો ન હતો. જેના કારણે એસટી કર્મચારીઓની હડતાળ યથાવત્ રહેશે. 
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં યુનિયન લીડર અને એસટી નિગમના નિયામક સોનલ મિશ્રાએ વાહન વ્યવહારપ્રધાન આર.સી. ફળદુ સાથે એક કલાક સુધી  મુલાકાત યોજીને પડતર માગોને લઇને ચર્ચા કરી હતી.
જોકે, આ ચર્ચામાં કોઇ નિવેડો આવ્યો ન હતો અને આ બેઠક નિષ્ફળ રહી હતી.
સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, ત્રણ પ્રધાનોની  કમિટીની રચના કરવામાં આવી છે જે તમારી માગણી પર વિચાર કરશે. જોકે, એસટી કર્મચારીઓનું કહેવું હતું કે, સરકાર તરફથી કોઇ લેખિત આપવામાં આવ્યું નથી જેથી અમે હડતાળ રાબેતા મુજબ ચાલુ રાખીશું.  
દરમિયાન વાહન વ્યવહારપ્રધાન આર.સી. ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ એસટીના કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અનુરોધ કર્યો હતો. ફળદુએ કહ્યું કે, હું કર્મચારીઓને વિનંતી કરું છું કે તેઓ હડતાળ સમેટી લે. તેઓઁ કહ્યું કે, કર્મચારીઓએ થોડી ધીરજ રાખવાની જરૂર છે. 
રાજ્ય સરકારે એસટીની હડતાળ સંદર્ભે કરેલી વૈકલ્પિક વ્યવસ્થાન કારણે પરિવહન સેવાઓ જળવાઇ રહી હોવાનો દાવો પણ કર્યો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer