રાણીબાગમાં મહારાષ્ટ્રના વાઘ અને ગુજરાતના સિંહની યુતિ જોવા મળશે

રાણીબાગમાં મહારાષ્ટ્રના વાઘ અને ગુજરાતના સિંહની યુતિ જોવા મળશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : હવે ભાયખલાના રાણીબાગમાં પણ વાઘ અને સિંહની યુતિ જોવા મળશે. હાલમાં રાણીબાગનું નૂતનીકરણ થઈ રહ્યું છે. એમાં ગુજરાતમાંથી સફેદ સિંહ લાવવામાં આવશે અને ઔરંગાબાદના પ્રાણીસંગ્રહાલયમાંથી એક વાઘ લવાશે. એટલે મહારાષ્ટ્રના વાઘ અને ગુજરાતના સિંહની દોસ્તી જિજામાતા ઉદ્યાનમાં ટૂંક સમયમાં જોવા મળશે. જોકે એમાં મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરે સૂચક વક્તવ્ય આપતાં કહ્યું, `િસંહનું ધ્યાન વાઘ રાખશે.'
વીર જિજામાતા ભોસલે ઉદ્યાનની સાથોસાથ પ્રાણીસંગ્રહાલયનું વિસ્તારીકરણ થશે અને ત્રણ તબક્કામાં ઉદ્યાનનું અને પ્રાણી સંગ્રહાલયનું આધુનિકીકરણ કરવામાં આવશે. ત્રીજા તબક્કાના કામકાજ માટે કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય તરફથી મંજૂરી આપવામાં આવી છે. એ તબક્કામાં પ્રાણીસંગ્રહાલયનો વિસ્તાર કરવામાં આવશે અને એમાં 12 એકરના પ્લૉટ પર દેશી-વિદેશી પ્રજાતિનાં પ્રાણીઓ માટે વિવિધ સુવિધા વિકસાવવામાં આવશે; જેમાં જૅગ્વાર, ચિત્તા, સફેદ સિંહ, પાણીઘોડા,જીબ્રા, જિરાફ, મૅડ્રિલ મન્કી, ચિમ્પાંઝી અને શહામૃગ જેવાં પ્રાણીઓ માટે પાંજરાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer