બોરીવલી પાસે પૉઇન્ટ ફેલ્યોર

બોરીવલી પાસે પૉઇન્ટ ફેલ્યોર
પેસેન્જર ટ્રેનમાંથી અધવચ્ચે ઊતરી જવાની સૂચના અપાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : પશ્ચિમ રેલવેના બોરીવલી અને કાંદિવલી સ્ટેશનો વચ્ચે આજે રાત્રે પૉઇન્ટ ફેલ્યોર થતાં કામધંધેથી ઘરે જવા નીકળેલા હજારો પ્રવાસીઓને અગવડ સહન કરવી પડી હતી. તેના કારણે બહારગામની ટ્રેનો પણ મોડી પડી હતી.
ચર્ચગેટથી આજે રાત્રે 8.30 વાગ્યે બોરીવલી જવા ઉપડેલી ટ્રેન લગભગ 8.50 વાગ્યે કાંદિવલી પહોંચી હતી. ત્યાંથી ઉપડયા પછી પોઇસર પાસે પાટા પર એક કલાક સુધી અટકી પડી હતી. તે ટ્રેનની આગળ ચર્ચગેટથી 7.56 વાગ્યે વિરાર જવા ઉપડેલી ટ્રેન પણ અટવાઈ હતી. બોરીવલી જતી ટ્રેનનો મહિલાઓનો છેલ્લો ડબો પોઇસર નાળા ઉપર હોવાથી તેને એક ડબા જેટલી આગળ લેવાની જાહેરાત ટ્રેનમાંના જાહેર સંભાષણ પ્રણાલી દ્વારા રાત્રે 9.50 વાગ્યે કરવામાં આવી હતી. તેથી મોટા ભાગના પ્રવાસીઓ તેમાંથી ઉતરી ગયા હતા. તે પહેલાં એક કલાક સુધી આ પ્રણાલી દ્વારા ટ્રેન કેમ આગળ વધી નહીં તે વિશે જાણકારી આપવામાં આવી નહોતી.
રેલવેના સૂત્રોના કહેવા મુજબ આજે રાત્રે 8.52 વાગ્યે બોરીવલી અપ ફાસ્ટ અને અપ ડાઉન પાસેનો પૉઇન્ટ નંબર 123/124 ફેઇલ થયો હતો. તેથી બધી અપ ટ્રેનોને એસટીએ અને ડાઉન ટ્રેનોને ગોરેગામથી વાળવામાં આવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer