નવજીવન ટ્રસ્ટ અને `તુલસી વલ્લભનિધિ ટ્રસ્ટ''ના સહયોગથી

નવજીવન ટ્રસ્ટ અને `તુલસી વલ્લભનિધિ ટ્રસ્ટ''ના સહયોગથી
પૂ. મોરારિબાપુની રામકથાનું આયોજન
 
કથામૃતમાં ગાંધીજી અને કસ્તુરબાના પ્રસંગોનું વર્ણન કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 22 : નવજીવન ટ્રસ્ટના ઉપક્રમે `તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટ'ના સહયોગથી અમદાવાદમાં 23 ફેબ્રુઆરીથી 3જી માર્ચ સુધી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પૂ. મોરારિબાપુની રામકથાનું આયોજન કરાયું છે એમ તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના ગિરીશભાઇ દાણી તેમ જ નવજીવન ટ્રસ્ટના જીતુભાઇ દેસાઇએ માહિતી આપતાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, જેનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં સત્ય અને અહિંસાના પૂજારી તરીકેની અદ્વિતીય ઓળખ ધરાવતા બાપુની 150મી જન્મજયંતી નિમિત્તે કસ્તુરબાની વંદનાનો રહેશે. પૂ. મોરારિબાપુ દરરોજ તેમના કથામૃતમાં ગાંધીબાપુ અને કસ્તુરબાના પ્રસંગોને વણીને તેમના વિષે પણ ઉદ્બોધન 
કરશે. કસ્તુરબા વંદના નિમિત્તે અમદાવાદ બાદ દિલ્હીમાં પણ પૂ. મોરારિબાપુની રામકથા થવાની છે.
કથાના દિવસો દરમિયાન દરરોજ સાંજે દિન દયાળ હૉલ સિંધુ ભવન રોડ ખાતે ગુજરાત અને દેશના જાણીતા લોકપ્રિય કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
કથામાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ. પી. કોહલી તા. 1લી માર્ચે, મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ઉદ્ઘાટનના દિવસે, જગીબાપુ 26 ફેબ્રુઆરીના દિવસે તથા ભારતીબાપુ, જગદીશ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમ જ અન્ય તમામ સંપ્રદાયોના સંતો મહંતો આચાર્યો તેમ જ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગિરીશભાઇએ કહ્યું હતું કે, જગી વાસુદેવ બાપુ તેમના તરફથી ગાંધીજીની 7 ટન વજનની એક પ્રતિમા કોઇમ્બતુરમાં બનાવડાવી ડૉનેટ કરવાના છે જે ગાંધી આશ્રમમાં પાછળના ભાગે  પ્લૅટફૉર્મ બનાવી ત્યાં પ્રસ્થાપિત કરવાની વાતો ચાલી રહી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer