વિડિયોકોન લોન કેસ

વિડિયોકોન લોન કેસ
ચંદા કોચર સહિતનાઓ વિરુદ્ધ સીબીઆઇની લૂકઆઉટ નોટિસ 

નવી દિલ્હી, તા. 22 : આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત સામે આર્થિક ગરબડનો કેસ નોંધાયાના અઠવાડિયા બાદ સીબીઆઇએ આરોપીઓ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પાડી હોવાનું અધિકારીઓએ આજે જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે વિડિયોકોન ગ્રુપને 1875 કરોડ રૂપિયાની લોન આપવામાં ભ્રષ્ટાચારના આ કેસના આરોપીઓ વિદેશ ન (નાસી) જાય એ માટે સીબીઆઇએ આ પગલું લીધું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer